ટંકારા તાલુકાના ગજડી ગામના વતની અને લોકસાહિત્યકાર રાજુભાઈ આહિરનો આજે જન્મદિવસ
ટંકારા તાલુકાના ગજડી ગામના વતની અને મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ રાજુભાઈ આહિરનો આજે જન્મદિવસ છે. તેઓ લોકસાહિત્યકાર છે. સૌરાષ્ટ્રભરમાં તેમણે લોકડાયરાના કાર્યક્રમો કરેલ છે. રાજુભાઈ આહિર યુટ્યુબ ચેનલમાં પણ “પાળીયાની વ્યથા, મેવાડનો મોભી, આહિરતાની સત્ય ઘટના, આહિરની ઉદારતા અને દાતારી, માં ની મમતા, જોગીદાસ ખુમાણના જીવનની વાત, બાપ અને દિકરીની વાત સહિતની અનેક ઇતિહાસની વાતો સાથેનો વિડિયો RAJ AHIR OFFICIAL અપલોડ કરી લોકોને માહિતગાર કરી રહ્યા છે. જે વિડિયોને હજારો લોકોએ નિહાળ્યા છે.
રાજુભાઈ આહિરે B.A, M.A, B.ed માં ગેજ્યુએટ થયા છે. સાથે જર્નાલીસ્ટ પણ છે. લોકસાહિત્યકારમાં તેમણે સમગ્ર ગુજરાતભરમાં પોતાનું નામ ગુજતું કર્યું છે. હાલ રાજુભાઈ આહિર મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ છે. તેમજ મોરબી જિલ્લા ઓબીસી કન્વીનર તરીકેનો કારભાર સંભાળી રહ્યા છે.
રાજુભાઈ આહિરના પિતા સ્વ.દેવાયતભાઈ આહિર બક્ષીપંચ ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ હતા. અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી હતા. સાથે કોંગ્રેસના અડીખમ નેતા હતા. દેવાયતભાઈ આહિરને ખેડૂતોના સિંચાઈ પ્રશ્ને અવાજ ઉઠાવી સિંચાઈ કામ કરાવેલ જે બદલ તેમને પ્રથમ પુરસ્કાર પણ આપેલ હતો. અને તેની યાદી રૂપે ગાંધીનગર સચિવાલયમાં તેમની તસ્વીર પણ લગાડવામાં આવી હતી. પ્રજાના પ્રશ્નો માટે હંમેશા ખડેપગે રહેતા. દેવાયતભાઈના દુઃખદ અવસાન બાદ રાજુભાઈ આહિરે પણ પિતાના ચિંધેલ માર્ગે પ્રજાહિતનો અવાજ બનવા રાજકારણમાં ઝંપલાવ્યું અને તેમને કોંગ્રેસ પાર્ટીએ રાજુભાઈ આહિરને મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખની મહત્વપૂર્ણ જવાબદારી સોંપી સાથે જ મોરબી જિલ્લાના બીન રાજકીય કન્વીનર અને વૃંદાવન ફાઉન્ડેશનના પ્રમુખ છે. સાથે ગરીબ પછાતવર્ગની સેવા માટે હંમેશા તત્પર રહે છે. તેમના પિતા દેવાયતભાઈ આહિર પણ હર હંમેશ નાનામાં નાના માણસો વચ્ચે જઈ તેમના પ્રશ્ન ઉઠાવી અવાજ બનતા ત્યારે પિતાના ચિંધેલ માર્ગે આજે રાજુભાઈ આહિર પણ લોકો વચ્ચે જઈ લોકોના પ્રશ્નો સાંભળી નિરાકરણ લાવવા યથાર્થ પ્રયત્નો કરે છે. ત્યારે આજે રાજુભાઈ આહિરના જન્મદિવસ નિમિત્તે સગાં-સંબંધીઓ તથા બહોળા મિત્ર વર્તુળ, સામાજીક-રાજકીય આગેવાનો તરફથી તેમના મો.8141644651 નંબર પર શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહ્યા છે.





