ટંકારા તાલુકામાં આવતા તમામ ખેતીવાડી ફીડરમાં ખેતીવાડી માટે નિયમિત ૮ કલાક પુરતી વીજળી આપવાની માંગ સાથે ખેડૂતોએ ટંકારા નાયબ કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. અને જો તાત્કાલિક પ્રશ્ન ના ઉકેલાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
આ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, પીજીવીસીએલ ટંકારા સબ ડીવીઝનના તમામ ખેતીવાડી ફીડરમાં છેલ્લા એક માસથી પાવર અનિયમિત આવે છે પીજીવીસીએલ અને સરકાર તરફથી ખેડૂતોને વીજળી આપવાની જાહેરાત કરાય છે. પરંતુ આજદિન સુધી કોઈ દિવસ નિયમિત દસ નહિ પરંતુ આઠ કલાક પાવર આપવામાં આવ્યો નથી ખેતીવાડીમાં ખેડૂતોને નવું પિયત કરવાનું હોય અને કપાસમાં પાણી આપવાનું હોય છતાં માંડ બે થી ત્રણ કલાક પાવર મળે છે ખેડૂતોના તમામ કામકાજ ખોરવાઈ જાય છે. હાલ ઉદ્યોગોને ચોવીસ કલાક પાવર મળે છે જયારે ખેતીવાડી માટે કોઈપણ વખતે મનફાવે ત્યારે કાપ મુકવામાં આવે છે જેથી ખેડૂતો પરેશાન છે જેથી ખેડૂતોને નુકશાનીનો સામનો કરવો પડે છે જેથી પ્રશ્નનું નિરાકરણ લાવવા માંગ કરી છે અને પ્રશ્ન ના ઉકેલાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે તેમજ વાઘગઢ ફીડર તાત્કાલિક શરુ કરાવીને લખધીરગઢ ફીડર પરથી ભાર ઘટાડવા તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી છે.