ટંકારા તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાદ મીના આધારે મોરબીનાકા પાસે રેડ કરી દેવીપુજક વાસમાં તીન પત્તીનો જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમીઓને ઝડપી પાડ્યા છે ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસને બાતમી મળેલ જેના આધારે ટંકારા ગામે મોરબી નાકા પાસે દેવીપુજક વાસમાં રેઇડ કરતા જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો કિરણભાઇ પ્રભાતભાઈ કુંઢીયા ઉ.વ.-૩૦ રહે. ટંકારા, નાથાભાઇ ગોવીદભાઇ કુઢીયા, ઉ.વ. ૪૮, તુલસીભાઈ ગોરધનભાઇ કુઢીયા ઉ.વ.૫૫ રહે. ત્રણેય ટંકારા મોરબી નાકા દે.પુવાસ તા. ટંકારાવાળા ને રોકડા રૂ. ૧૧,૭૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ત્રણેય ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.