મોરબી: નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ પોલીસ અધિક્ષક મોરબી સુબોધ ઓડેદરાને જીલ્લામાં ગેરકયદેસર રીતે ચોરીછુપીથી ચાલતી દારૂની હેરાફેરી, વેચાણની પ્રવૃતિ પર અંકૂશ લાવવા સારૂ જરૂરી સુચના કરતા પોલીસ અધિક્ષક મોરબી સુબોધ ઓડેદરા ઉપરોકત કામગીરી કરવા માટે વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીને જરૂરી માર્ગદર્શન અને સુચના આપતા આજરોજ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીને લગતી અસરકારક કામગીરી કરવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એલ.સી.બી.ના પોલીસ હેડ કોન્સ્ટેબલ પૃથ્વિસિંહ જાડેજા શકિતસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઇ કુંગસીયાને સંયુકતખાનગીરાહે હકિકત મળેલ કે, મોરબી- રાજકોટ હાઇવે રોડ, મિતાણા ગામનીસીમમાં આવેલ શીવપેલેસ હોટલના ગ્રાઉન્ડમાં ટરેઈલર ટ્રક નં. RJ-36-GA-3094 વાળી પાર્ક કરે જેમાં સફેદ પાવડરની થેલીઓની આડમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો અંગ્રેજીદારૂનો જથ્થો ભરેલ છે. તેવી સચોટ હકિકત આધારે શિવ પેલેસ હોટલના ગ્રાઉન્ડમાં રેઇડ કરતા હકિકત વાળી ટ્રક ટેઇલર નં. RJ-36-GA-3094 વાળી મળી આવતા જેમાં ચેક કરતા ટ્રક ટેઇલરના સફેદ પાવડર ભરેલ પ્લાની કોથળીઓની આડમાં ભારતીય બનાવટનો અંગ્રેજીદારૂનો જથ્થો મળી આવતા પકડાયેલ ચાલક મહેન્દ્રસીંગ ધુકલસીંગ રાવતરાજપૂત (રહે, ખોખરી થાણુ સેંદડા.પોસ્ટ ગીરી તા, રાયપુર જી.પાલી રાજસ્થાન )તથા માલ મંગાવનાર તથા મોલ મોકલનાર લેખરાજસીંગ (રહે,બ્યાવર,ઉદયપુરરોડ ચુંગીનાકા તાબ્યાવર જી, અજમેર રાજસ્થાન) તથા ટ્રક માલીક રજાક કટાત (રહે.જાકમાતકી ગામ તા.બ્યાવર જી. અજમેર રાજસ્થાન) વિરૂધ્ધ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળેનો ગુનો મોરબી એલ.સી.બી.એ રજીસ્ટર કરાવેલ છે.

વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઇ ચૌધરી, પૃથ્વીરાજસિંહ જાડેજા શકિતસિંહ લખધીરસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઇ કુગસીયા, તથા પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ બોરાણા,સહદેવસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ સતીષભાઇ વામજા વિગેરેનાઓ દ્વારા કરેલ છે.