ટંકારાના કોળીવાસમા ખુલ્લામાં તીનપત્તીનો જુગાર રમતા ૬ પત્તાપ્રેમીઓને ટંકારા પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ ટંકારાના કોળીવાસમા ખુલ્લામાં તીનપત્તીનો જુગાર રમતા ઇસમો જીગ્નેશ ઉર્ફે ઠેબો ધીરૂભાઈ બાબરીયા, જીગ્નેશભાઈ કારૂભાઈ ઉઘરેજા જાતે.કોળી, વિનોદભાઈ રામજીભાઈ દંતેસરીયા, કેશુભાઈ મગનભાઈ મકવાણા, કમલેશભાઈ બાબુભાઈ ઉઘરેજા, પરેશભાઈ વશરામભાઈ દેગામા (રહે બધાં ઉગમણા નાકા પાસે ટંકારા) ને રોકડ રકમ રૂ. ૧૧,૧૦૦ ના મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડેલ છે. આરોપી વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.