ટંકારા: ટંકારાની લતીપર ચોકડી પાસે પેટ્રોલપંપ નજીક યુવાન પોલીસને બાતમી આપતો હોવોનો વહેમ રાખી 3 શખ્સોએ યુવાનને મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ.
મળતી માહિતી મુજબ ટંકારાના ઉગમણા નાકાં દલીત વાસમાં રહેતા દેવજીભાઈ કેશુભાઈ સારેસા (ઉ.વ૨૭) એ આરોપી જયેશભાઈ ટપુભાઈ જાદવ, ઉસ્માન ગનીભાઇ મકવાણા,સીકંદર રફીકભાઈ (રહે બધા.ટંકારા ) વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે આરોપીઓની બાતમી ફરીયાદી પોલીસને આપતો હોય જે શક વહેમ રાખી ફરીયાદીને ઢીકાપાટુનો મુંઢમાર મારી ગાળો બોલી જાતી પ્રત્યે હધુત કરી છરી બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી આરોપી નાસી ગયા હતા. આ બનાવ અંગે ફરીયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.