ટંકારા પોલીસ સ્ટેશનનાં વિશ્વાસઘાત છેતરપિંડીના ગુન્હામાં છેલ્લા સાડા ત્રણેક વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબી ટીમે અણિયારી ટોલનાકા પાસેથી ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા એસપી દ્વારા ફરાર આરોપીને ઝડપી પાડવા સ્પેશિયલ ડ્રાઈવ રાખેલ હોવાથી મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમીને આધારે એલસીબી ટીમે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુન્હામાં છેલ્લા સાડા ત્રણેક વર્ષથી નાસતા ફરતા આરોપી કલ્યાણખાન અકબરખાન પઠાણ (ઉં.વ. 30, રહે. બસંતી કી ઢાણી ઉદાસીયા, તા. ચોહટન, જી. બાડમેર, રાજસ્થાન) ને અણીયારી ટોલનાકા પાસેથી ઝડપી પાડીને આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસને હવાલે કર્યો હતો.