ટંકારા: ટંકારાના જીવાપર થી વાલાસણ તરફ જવાના રસ્તે ઈંગ્લીશ દારૂની ૩ બોટલ સાથે બે ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા.
મળતી માહિતી મુજબ ટંકારાના જીવાપર થી વાલાસણ તરફ જવાના કાચા રસ્તે ટંકારા વાળા મેલડી માતાજીના મંદિર તરફ જવાના રસ્તે પવન ચક્કી નજીક આરોપી પરેશભાઈ વસરામભાઈ દેગામા (ઉ.વ.૨૩.રહે. ટંકારા અમરાપર રોડ નદીનાં સામા કાંઠે.ટંકારા)તથા રવીભાઈ વિનોદભાઈ મકવાણા (ઉ.વ.૨૨.રહે. ટંકારાના જુનાં હડમતીયા રોડ દેવીપૂજકવાસના ઢોરા પાસે.ટંકારા)ને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૩ (કિં.રૂ.૧૧૨૫) પોતાના એકટીવા મોટરસાયકલમાં(કિં.રૂ. ૧૦,૦૦૦) વેચાણ કરવાના ઈરાદાથી હેરફેર કરતા કુલ મુદ્દામાલ રૂ,૧૧,૧૨૫ સાથે ટંકારા પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ ટંકારા તાલુકા પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.