ટંકારામાં અપહરણના ગુન્હામા છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો આરોપીને ટંકારા પોલીસે મોરબીથી ઝડપી પાડ્યો હતો.
ટંકારા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ મહંમદઉસ્માન કાદરબક્ષ તથા પોલીસ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ ગુન્હાના આરોપીની તપાસમાં મધ્યપ્રદેશ ખાતે મોકલેલ જેઓએ આરોપીના મોબાઇલ નંબર મેળવી મોકલતા એ.એસ.આઈ ફારૂકભાઈ યાકુબભાઈ પટેલ તથા કિશોરદાન, એન.કે.નીમાવત, મહેશદાન ગઢવી, વિજયભાઇ આહિર, સિધરાજસિંહ જાડેજાઓ સાથે ટેકનીકલ સોર્સ આધારે ઉપરોકત ગુન્હાનો આરોપી સંતોષ ઉર્ફે પાંગલો કેશુભાઇ ભુરીયા (રહે. મૂળ રહે. ગામ મહુવાખેડા તા.જી.રાયસેન મધ્યપ્રદેશ)ને મોરબી દલવાડી સર્કલ પાસે કેનાલના કાંઠે ઝુપડામાંથી ઝડપી લીધો હતો. તથા હાલમા ચાલતા કોરોના વાયરસ અંગે પો.સ્ટે. ખાતે રાખવામા આવેલ છે. આ ગુનાના કામે ભોગબનનાર ને પણ શોધી કાઢી મહિલા પોલીસની દેખરેખ હેઠળ રાખવામા આવેલ છે. તથા આ કામની વધુ તપાસ સી.પી.આઇ શ વાંકાનેરનાઓ ચલાવે છે.
આ કામગીરીમાં ડી.વી.ડાંગર I/C પો.સબ.ઇન્સ ટંકારા પો.સ્ટે તથા અના. એ.એસ.આઈ મહંમદઉસ્માન કાદરબક્ષ બ્લોચ તથા ફારૂકભાઈ યાકુબભાઈ પટેલ તથા કિશોરદાન ગઢવી તથા પો.હેડ.કોન્સ. નગીનદાસ જગજીવનદાસ નીમાવત, પો.કોન્સ.મહેશદાન ગઢવી, વિજયભાઇ આહિર, સિધરાજસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ ઝાલાએ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ હતી.