મોરબી: પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાનાઓની સુચના મુજબ મોરબી જિલ્લામાં શરીર સબંધીત ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથીયાર શોધી કાઢવા તથા પ્રોહી-જુગારની બદી પર અંકુશ લાવવા વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા આજરોજ એલ.સી.બી. મોરબીના પો.સબ.ઇન્સ. એન.બી.ડાભી તથા પોલીસ સ્ટાફ ઉપરોકત કામગીરી કરવા સારૂ પ્રયત્નશીલ હતા.
તે દરમ્યાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.બી.ડાભીને ખાનગીરાહે બાતમી મળેલ કે, રતાભાઇ ખોડાભાઇ ભરવાડ રહે.રાજકોટ રામાપીર ચોકડી બંસીધર પાર્ક વાળો ટંકારા લતીપર ચોકડી રાજશકિત હોટલ સામે રોડ ઉપર કોઇ વાહનની રાહ જોઇ ઉભેલ હોય જેના પેન્ટના નેફામાં ગેરકાયદેસર રીતે હથીયાર દેશી હાથ બનાવટની પીસ્તોલ છે. તેવી ચોકક્સ બાતમી હકીકત મળેલ હોય જે હકિકત આધારે ટંકારા લતીપર ચોકડી પાસે આવેલ રાજશકિત હોટલ પાસે રોડ ઉપરથી આરોપી રતાભાઇ ખોડાભાઇ રાતડીયા (ઉ.વ. ૨૯) રહે રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ, રામાપીર ચોકડી બંસીધર પાર્ક પ્લોટ નં-૮૭૧ મૂળ સામપર (માધાપર) તા.જોડીયા જી.જામનગર વાળો દેશી બનાવટની મેજીન વાળી પીસ્તોલ નંગ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/- સાથે મળી આવતા આરોપીને પકડી પાડી તેની વિરૂધ્ધ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે આર્મસ એકટ કલમ ૨૫(૧-બી),એ, મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.