મોરબી-રાજકોટ હાઇવે પર લજાઈ ચોકડી નજીક ગુરુકૃપા હોટલની સામે કાર ચાલકે એક્ટિવાને હડફેટે લીધું હતું. જેથી એક્ટિવાચાલકને ગંભીર ઇજાઓ પહોચી હતી. આ બનાવ અંગે કાર ચાલક વિરૂધ ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ રાજકોટ 141 રેફ્યુસી કોલોની જુલેલાલ મંદિરની બાજુમાં રહેતા અને આયુષ્માન કાર્ડમાં નોકરી કરતાં ભાવેશભાઈ હિરાલાલ શર્મા ગત તા.16ના રોજ મોરબીથી ટંકારા ખાતે પોતાના નોકરીના કામ પોતાનું એક્ટીવા લઈને જઈ રહ્યા હતા. તે વેળાએ મોરબી રાજકોટ હાઇવે ઉપર લજાઇ ચોકડી પાસે ગુરૂકૃપા હોટલની સામે પહોંચેલ ત્યારે પાછળથી ફોર્ડ ફીગો ટાઇટેનિયમ રજી નં.GJ36-L-7224 ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી એક્ટીવાને ઓવરટેક કરીને એકટીવા આગળ આવીને એકદમ બ્રેક મારી દેઈ અકસ્માત સર્જ્યો હતો. જેથી ભાવશેભાઈ શર્માને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે કાર ચાલક વિરૂધ ટંકારા પોલીસે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ફરિયાદ પરથી વધુ તપાસ હાથ ધરી છે.





