ટંકારાના હમીરપર ગામે યુવતીએ ઝેરી દવા ગટગટાવી
ટંકારા: ટંકારા તાલુકાના હમીરપર ગામે ઝેરી દવા પી જતા યુવતીનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ઝીણીબેન રેમતાભાઈ ધાણક ઉ.વ.૨૫ રહે. હાલ હમીરપર ભુદરભાઈની વાડીએ તા.ટંકારા મુળ કાકળતા તા.જી.છોટા ઉદેપુર વાળી કોઈ કારણસર ઝેરી દવા પી જતા પડધરી સરકારી હોસ્પીટલ ખાતે લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.