ટંકારાના હમીરપર ગામે ઝેરી દવા પી જતા મહીલા સારવારમાં
મોરબી: ટંકારા તાલુકાના હમીરપર ગામે ઝેરી દવા પી જતા મહીલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે બનાવની નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હમીરપર ગામે ભવાનભાઈ શીકારીની વાડીએ રહેતા રીંકુબેન સુનીલભાઈ મોહનીયા ઉ.વ.૨૦ વાળીએ ગત તા. ૧૮-૧૦-૨૦૨૨ ના સાંજના ચારેક વાગ્યાની આસપાસ હમીરપર ગામે ભવાનભાઈ શીકારીની વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી જતા પ્રથમ સારવાર માટે પડધરી સીવીલ હોસ્પિટલમાં લઈ વધુ સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં લાવેલ છે. તેને વોર્ડ મેડીસીન-૧૦ માં દાખલ કરેલ છે. તેનો લગ્ન ગાળો ૩ વર્ષનો છે. તથા સંતાનમાં એક દીકરો દોઢ વર્ષનો છે. હાલ આ બનાવની નોંધ કરી ટંકારા પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.