Sunday, August 9, 2026

ટંકારાના પનોતા પુત્ર પ્રો. ડો. દયાલજી પરમાર (દયાલમુનિ આર્ય) ને ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડ એનાયત કર્યો

Advertisement
Advertisement
Advertisement

ટંકારાના પનોતા પુત્ર પ્રો. ડો. દયાલજી પરમાર (દયાલમુનિ આર્ય) ને ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડ એનાયત કર્યો

દયાલજીભાઈ પરમાર દરજીકામ કરતા કરતા પુસ્તકો વાંચવાનાં શોખે ડોક્ટર બનાવ્યા અને પછી ડિલેટની પદવી સુધી પહોચાડયા

ટંકારા સહીત આર્ય સમાજનું ગૌરવ વધાર્યું ચૌમેરથી શુભેચ્છા નો ધોધમાર

26 જાન્યુઆરી ને પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિવિધ ક્ષેત્રમાં અનન્ય યોગદાન આપનાર વ્યક્તિઓને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવતો હોય છે ત્યારે મોરબી જિલ્લાના ટંકારાના દયાલમુનિ તરીકે જાણીતા દયાળજીભાઈ માવજીભાઈ પરમારને મેડિસિન ક્ષેત્રમાં અપ્રતિમ યોગદાન બદલ પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

ટંકારામા દયાલમુનિ તરીકે જાણીતા 89 વર્ષીય દયાળજી માવજીભાઈ પરમાર એક સંસ્કૃત શિક્ષક, લેખક, આયુર્વેદાચાર્ય, પ્રોફેસર, શ્રેષ્ઠ વૈદ્ય, સંશોધક, વક્તા, ગાયક, સમાજ સુધારક અને પુસ્તકાધ્યક્ષ સહિતના પદોને શોભાવી રહ્યા છે. તેઓનો જન્મ 28 ડિસેમ્બર 1934ના રોજ ટંકારામાં દરજી પરીવાર મા થયો હતો. પ્રાથમિક અભ્યાસ કરી સિલાઈ મશીને વળગી ગયા અને પુસ્તક વાંચનનો શોખ ફરી 35 વર્ષની ઉંમરે પરીક્ષા આપવા તરફ પ્રેરીત કર્યો અને એક પુસ્તક માનવીને પસ્તી બનતા રોકે છે એ યુક્તિ ને સાર્થક કરી ડિલેટની પદવી પ્રાપ્ત કરી

એ ગાળામાં દયાલમુનિએ ચારેય વેદના 18 હજાર થી વધુ મંત્રોનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરી કુલ આઠ પુસ્તકો આપ્યા છે. તેઓએ અનેક વિદ્યાર્થીઓને શિક્ષા આપી છે. દયાલજી આર્ય દયાનંદ સરસ્વતી નુ જીવન ચરિત્ર જે ટંકારા ધર છોડ્યા થી જે જે જગ્યાએ ગયા ત્યા દયાલજી આર્ય ગયા હતા અને પુસ્તક લખ્યું હતું. તેઓને અગાઉ પણ અનેક સન્માનો પણ મળી ચૂક્યા છે. ત્યારે ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ મળતા આર્ય સમાજ ટંકારાવાસી સહિત મોરબી જિલ્લાનું અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે

Related Articles

Total Website visit

1,624,883

TRENDING NOW