ટંકારાના નેકનામ ગામે દાહોદથી ખેતમજૂરી કરવા આવેલ શ્રમિકની પત્ની ખેતીકામમાં ધ્યાન ન આપતી હોય બન્ને વચ્ચે બોલાચાલી થયા બાદ પતિને લાગી આવતા કપાસમાં છાંટવાની દવા પી લીધી હતી. અને તેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તે મરણ ગયા હોવાનું જણાયું હતું.
મળતી માહિતી મુજબ ટંકારાના નેકનામ ગામે વાડીએ ભાગીયુ રાખી રહેતા મહેશભાઈ વેચાતભાઈ માવિને તેની પત્ની સંગીતાબેન સાથે ગઈ તા. ૨૯/૧૦/૨૦૨૧ના રોજ રસોઈ ટાઈમે ન બનાવતી હોય ન તેમજ તેમના ખેતીના કામમાં ધ્યાન આપતા ન હોય જે બાબતે તેની પત્ની સાથે બોલાબોલી થતા તે બાબતે મરણજનારને લાગી આવતા પોતાની જાતે કપાસમાં છાટવાની ઝેરી દવા પી લીધી હતી. જેથી મહેશભાઈને સારવાર અર્થે પડધરી સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મરણ જાહેર કર્યા હતા. આ અંગે પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.