Monday, March 9, 2026

ટંકારાના ધ્રોલીયા ગામનાં સરપંચ આમ આદમી પાર્ટીમાં જોડાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં જિલ્લામાં આમ આદમી પાર્ટીનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે યુવાનો અને લોકો બહોળી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાઈ રહ્યા છે. જેમાં એક પછી એક ગ્રામ્ય સરપંચો પણ આપમાં જોડાય આમ આદમી પાર્ટીને મજબુત કરી રહ્યા છે.

ટંકારા તાલુકાનાં ધ્રોલીયા ગામનાં સરપંચ વસંતભાઈ મલાભાઈ પાલરીયા વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. વસંતભાઈ પાલરીયાનું સ્વાગત કરવા માટે આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા તેમજ ટંકારા તાલુકા પ્રમુખ નરોતમભાઈ ગોસરા, જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા ઉપરંત જિલ્લા મંત્રી પ્રાણજીવનભાઈ મસોતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તેમને આવકારવામાં આવ્યા હતા.

Related Articles

Total Website visit

1,595,188

TRENDING NOW