ટંકારા: ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકારના શાસનકાળના પાંચ વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે ટંકારાના ધ્રુવનગર રાજાવડ ગ્રામ પંચાયતના બિલ્ડિંગના ભૂમિપૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પ્રભુભાઈ કામરીયા તેમજ રાજાવડ ગ્રામ પંચાયતના સરપંચ ગાયત્રી દેવી ધ્રુવકુમાર સિંહજી જાડેજાના વરદ હસ્તે બિલ્ડિંગનું ભૂમિપુજન કરવામાં આવ્યુ હતું. આ તકે તાલુકા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ નાથુભાઈ કડીવાર, ધ્રુવકુમાર સિંહજી જાડેજા અને તાલુકા વિકાસ અધિકારીએ હાજર રહ્યા હતા. અને ધ્રુવકુમાર સિંહજી જાડેજા અને તાલુકા વિકાસ અધિકારીએ પ્રસંગોચિત ઉદ્દબોધન કરેલ હતું. અને કાર્યક્રમનું સંચાલન આજ ગામના તલાટી મંત્રી નિકીતાબેન કરેલ હતું.