Friday, May 2, 2025

ટંકારાના ધુનડા ગામે યુવાન પર છરી વડે હુમલો

Advertisement
Advertisement
Advertisement

ટંકારા તાલુકાના ધુનડા ગામે યુવાન પર છરીથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ટંકારા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે હુમલાખોરની અટકાયત કરી ટંકારા પોલીસ મથક ખાતે ક્વોરોંટાઇન કરવામા આવ્યો છે. જેની કોરોના ટેસ્ટ બાદ વિધિવત ધરપકડ કરવામાં આવશે.

ટંકારા પંથકના ધુનડા ગામના મયુરભાઈ જયંતીભાઈ પરેચા પોતાનું બાઈક લઇને મજુરને તેડવા જતા હતા ત્યારે આ કામના આરોપીએ ફરીયાદી સાથે ઝઘડો કરી જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકાપાટુનો મુંઢ માર મારતા ફરીયાદીએ પ્રતિકાર કરતા આરોપીએ તેની પાસે રહેલ છરીનો એક ઘા ફરીયાદીને ડાબી બાજુ પેટના ભાગે મારી ગંભીર ઇજા કરી તેમજ બીજા ઘા મારતા ફરીયાદીએ પ્રતિકાર કરતા ડાબી બાજુના ખંભાની પાછળ ભાગે તથા બંને પગની પાછળના ભાગે સામાન્ય ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરીને પોલીસ મથક ખાતે ક્વોરોંટાઇન કરેલ છે.

Related Articles

Total Website visit

1,502,706

TRENDING NOW