ટંકારાના જોધપર ઝાલા ગામની સીમમાં ઘોડીપાસા વડે જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા ; પાંચ ફરાર
ટંકારા: ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામની સીમમાં વીરવાવ ગામના માર્ગે ખરાબાની જમીન ગોળ કુંડાળું વળી ઘોડીપાસાનો જુગાર રમતા પાંચ ઇસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય પાંચ શખ્સોએ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
ટંકારા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલને મળેલ ચોક્કસ બાતમીના આધારે ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામની સીમ વીરવાવ ગામના માર્ગે મનુભાઇ ભીખાભાઈની બાજુમા ખરાબાની ખુલ્લી જગ્યામા જાહેરમા ગોળ કુંડાળુ વળી ઘોડી પાસા વડે નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમતા ૦૫ ઈસમો કરણભાઇ દડુભાઇ ચાવડા. ઉ.વ.૩૯ રહે.રાજકોટ રૂખડીયા કોલોની સેન્ટ્રલ જેલની
રહે.કાળાસર તા.જસદણ જી.રાજકોટ પાછળ શેરી નં-૮, અજયભાઇ મનોજભાઇ સોલંકી ઉ.વ.૩૦ ધંધો-ડ્રાઇવીંગ રહે.રાજકોટ લોહાનગર ગોંડલ રોડ તા.જી.રાજકોટ, ચીરાગભાઇ ગોપાલભાઇ ગરળીયા જાતે વાલ્મીકી ઉ.વ.૨૩ રહે.રાજકોટ રૂખડીયા કોલોની સેન્ટ્રલ જેલની, પ્રકાશભાઇ નરભેરામભાઇ ભુત ઉ.વ.૩૫ ધંધો ખેતી રહે. હાલ મોરબી રવાપર રોડ અવનીચોકડી સંકલ્પ એપા.૪૦૧ પાછળ શેરી નં-૧૨ તા.જ મુળ રહે. સજનપર (ધુ) તા.ટંકારા જી.મોરબી, રફીકભાઇ ઓસમાણભાઇ ખોખર ઉ.વ.૪૫ ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે. રાજકોટ વિનાયકનગર ૧૬ કૃષ્ણનગરમે હોસ્પીટલ પાસે તા.જી.રાજકોટ વાળાને
રોકડા રૂ ૧,૧૨,૨૦૦/- તથા વાહન તેમજ મોબાઇલ ફોન મળી કુલ મુદામાલ રૂ.૨,૭૨,૨૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડયા છે જ્યારે પકડવા પર બાકી અન્ય ૦૫ (પાંચ) આરોપીઓ ગીરીરાજસિંહ સહદેવસિંહ જાડેજા રહે.વીરવાવ તા ટંકારા, રવીભાઇ રમેશભાઇ ગડીયલ રહે, રાજકોટ રૂખડીયા કોલોની સેન્ટ્રલ જેલ પાછળ, બોબી સંધ રહે. રાજકોટ, અલીભાઇ રહે. રાજકોટ, રફીકભાઇ ઉર્ફે મોગલ રહે. રાજકોટ વાળાને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે તેમજ તમાંમ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુન્હો નોંધી ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે.