Thursday, March 12, 2026

ટંકારાના છત્તર પાસેથી ગેરકાયદેસર પીસ્ટલ સાથે એક શખ્સ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

ટંકારા તાલુકાના છત્તર ગામથી વાછકપર ગામ તરફ જવાના રસ્તેથી ટંકારા પોલીસે રાજકોટના એક શખ્સને ગેરકાયદેસર પીસ્ટલ સાથે ઝડપી પાડીને આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ટંકારા તાલુકાના છત્તર ગામેથી વાછકપર ગામ તરફ જવાના રસ્તેથી લક્ષ્મણ રમેશભાઈ ગોંડલીયા (ઉં.વ. 30, રહે. બેડી, તા.જી. રાજકોટ) નામનો શખ્સ શંકાસ્પદ હાલતમાં પસાર થતા તેને રોકીને અંગઝડતી કરતા તેની પાસેથી લોખંડની હાથ બનાવટની પીસ્ટલ મળી આવી હતી જેથી પોલીસે 10 હજારની કિંમતની પીસ્ટલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ મથકે ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,460

TRENDING NOW