ટંકારા : ટંકારા તાલુકાના છતર ગામે પરણીતાએ ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસ મથકે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના છતર ગામે નાગજીભાઈ રત્નાભાઈની વળીએ રહેતા ૩૦ વર્ષીય સુનિતાબેન સુરપાલભાઈ ડોડલએ ગઈ કાલના રોજ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.