ટંકારા-ખીજડીયા ચોકડી પાસે રોડ પરથી ટ્રકમાં મગદાળ, મસુરદાળના પ્લાસ્ટીકના બાચકા ની આડમાં સંતાળેલ અંગ્રેજી દારૂની ૧૨૮૪ બોટલ દારૂ કિંમત ૪,૨૦,૩૦૦ તથા ટ્રક, મોબાઇલ મળી કુલ ૧૪,૩૦,૩૦૦ ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને
મોરબી એલ.સી.બી.એ ઝડપી લીધા છે.
મળતી માહિતી મુજબ એલ.સી.બી.ના પીઆઇ વી.બી.જાડેજા પીએસઆઇ એન.બી.ડાભી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયવંતસિંહ ગોહિલ તથા કોન્સ્ટેબલ ભરતભાઇ મિયાત્રાને કાને વાત પડી કે ટાટા ટ્રક નં- RJ-19-GB-9636 મોરબી તરફથી ટંકારા તરફ જાય છે. જે ટ્રકમાં પ્લાસ્ટીક બાયકાની આડમાં અંગ્રેજી દારૂનો જથ્થો ભરેલ છે, જે હકીકત આધારે પોલીસે ટંકારા – રાજકોટ હાઇવે રોડ પર ખીજડીયા ચોકડી નજીક આવેલ છાપરી હોટલ પાસે રોડ ટ્રકને અટકાવી તપાસ કરતા મસુરદાળ તથા મગદાળના પ્લાસ્ટીકના બાચકાની આડમાં વિદેશી દારૂની જુદી જુદી બોટલો નંગ-૧૨૮૪, કી.રૂ. ૪,૩૦,૩૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૧૦૦૦૦/- તથા ટ્રક નંબર-RJ-19-GB -9636 કી.રૂ.૧૦,૦૦,૦૦૦/- સહિત કુલ કી.રૂ.૧૪,૩૦,૩૦૦/- ના મુદામાલ સાથે છોટારામ પુનારામ ચૌધરી ,જાટ (રહે.બાવળી તરડોલી ઢાણી, તા.બાવળી જી.જોધપુર રાજસ્થાન) તથા પરમારામ રીડાસમ ગોદારા,જાટ (રહે.બાવળી ગોદારાકી ઢાણી, તા.બાવળી જી.જોધપુર રાજસ્થાન) વાળને દબોચી લીધા હતા વધુ આ ગુન્હામા અન્ય એક શખ્સ દીપારામ હુડા (રહે. જોધપુર રાજસ્થાન)ની સંડોવણી ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.






