ટંકારા: ટંકારા તાલુકાના ઓટાળા ગામે તીન પત્તીનો જુગાર રમતા ૪ પતા પ્રેમીઓને ટંકારા પોલીસે પકડી પાડયા છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે દેવી પુજક વાસની સામે આવેલ આંબેડકર હોલની પાછળ તીન પત્તીનો જુગાર રમતા આરોપી વસંતભાઈ મોહનભાઈ વાઘેલા (ઉ.વ.૪૨.રહે. સાવડી ગામ,તા.ટંકારા), મહેશભાઈ ભલાભાઈ પરમાર (ઉ.વ.૩૧), અજયભાઈ મગનભાઈ પરમાર (ઉ.વ.૧૯), ચતુરભાઈ રમેશભાઈ છીપરીયા (ઉ.વ.૨૯) (રહે ત્રણે ઓટાળા ગામ.તા.ટંકારા)ને રૂ. ૨૪૭૦ના મુદ્દામાલ સાથે પોલીસે પકડી પાડયા છે. આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.