ટંકારાના ઇડન હિલ્સમાં જુગારધામ ઝડપાયું :ઓફિસિયલ ફરિયાદ નોંધાઈ ગઈ હોવા છતાં પણ જુગારની રેડની માહિતી આપવામાં લાજ કાઢતા અધિકારી
મોરબી: ટંકારા પોલીસ દ્વારા સજ્જનપર ધૂનડા રોડ ઉપર આવેલ ઈડન હિલ્સ બંગલામાં બપોરના સમયે જુગારની રેડ કરવામાં આવી હતી.જેમાં મોટું જુગારધામ ઝડપાયું હતું. પરંતુ જુગારમાં ઝડપાયેલા શકુનીઓના હાથ કાનુનના હાથથી પણ લાંબા નીકળયા હતા. રેડ બાદ કલાકોમાં આરોપીઓ જામીન ઉપર છોડી દેવામાં આવ્યા હતા જેની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઓફિસિયલ ફરિયાદ નોંધાઈ ગઈ હોવા છતાં પણ જવાબદાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જુગારીઓના નામ અને તેની માહિતી આપવા માટે તૈયાર ન હતા. પત્રકારો પરંતુ આ બાબતે પત્રકારોને ઉચ્ચ અધિકારીને રજૂઆત કરતા અંતે ટંકારા પોલીસે ટૂંકી વિગતો જાહેર કરી હતી.
મોરબીના રવાપર-ઘુનડા રોડ ઉપર આવેલા ઇડન હિલ્સ બંગલોમાં લાંબા સમયથી જુગારનધામ ચાલતું હતું જેની ટંકારા પોલીસ ને બાતમી મળતાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં મૂકવામાં આવેલા સ્થાનિક પીએસઆઇ હેરમા દ્વારા તેની ટીમ સાથે ઈડેન હિલ્સમાં આવેલા એક બંગલામાં જુગારની રેડ કરવામાં આવી હતી. જેમાં મોટા જુગારીઓ ઝડપાયા હતા. પરંતુ બાદમાં પોલીસને ઉપરથી રાજકીય દબાણ આવ્યું કે સાંજ સુધીમાં એટલે કે દરોડાની ગણતરીની કલાકોમાં જ જુગારીઓને નામ પૂરતી કાર્યવાહી કરી છોડી દેવામાં આવ્યા હતા.
સામાન્ય રીતે જીલ્લામાં અન્ય કોઈપણ જગ્યાએ નાના મોટી જુગારની રેડ પોલીસ દ્વારા કરવામાં આવી હોય તો તેની માહિતી તાત્કાલિક જુગારીઓના ફોટો સાથે લોકો સુધી પહોંચે તેના માટે પોલીસ દ્વારા પત્રકારોને આપવામાં આવે છે. પરંતુ એટલી હદે રાજકીય દબાણ આવ્યું હતું કે ફરજ ઉપરના પોલીસ સ્ટાફ અને અધિકારીઓને કડક સૂચના આપી કોઈપણ પત્રકારોને માહિતી ન આપવા જણાવ્યું હતું. જ્યારે પત્રકારો દ્વારા ઉચ્ચ અધિકારીને ટંકારા પોલીસ વિગત ન આપતા હોવાની ફરિયાદ કરતા અંતે મોડે પોલીસે જુગારધામની ટૂંકી વિગતો આપી હતી.
ટંકારાના ઘુનડા રોડે ઈડેન હિલ્સ બંગલોમાં જુગારની ટંકારા પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે બંગલાના માલિક ત્રિભોવન લાલજીભાઈ આદ્રોજા તેમજ યોગેશ નરભેરામભાઈ પટેલ, રમેશ ડાયાભાઈ પટેલ, નંદલાલ ભગવાનજીભાઈ પટેલ, પ્રવીણ કેશુભાઈ પટેલ નામના છ શખ્સો રૂપિયા 1.53 લાખ તેમજ કાર નં. જીજે 03 ઇએલ 0629 જેની કિંમત 3 લાખ આમ કુલ મળીને 4.53 લાખનો મુદ્દામાલ કબજે કરેલ છે.