
ટંકારાના વિરવાવ ગામે પાણીની કુંડીમાં પડી જતાં બાળકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ટંકારાનાં વિરવાવ ગામે દશુભાની વાડીમાં રહેત વિપુલ ધનજીભાઈ ડાવર (ઉ.વ.૪) ગઈ કાલના રોજ પાણીની કુંડીમાં પડી જતાં બાળકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે અકસ્માતે મોત દાખલ કરી ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધ કરાઇ છે.
