ઝુલતા વિકાસ પર લટકતુ મોત: મોરબીનો પ્રખ્યાત ઝુલતો પુલ તુટ્યો, મૃતકના પરીવારજનોને રાજ્ય અને કેન્દ્ર સરકારે સહાય જાહેર કરી
મોરબી: મોરબી માટે આજે રવીવારનો દિવસ ગોઝારો બની ગયો છે. આજે મોરબીની શાન સમો ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના ઘટી છે. જેમાં ૪૦૦થી૫૦૦ જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા છે. આ ઘટના બાદ હાલ પુરજોશમાં બચાવ કામગીરી ચાલી રહી છે. મોરબીમાં દિવાળીની રજાઓમાં ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. ત્યારે આજે પણ લોકોની ભીડ જામતા મોડી સાંજે આ પુલ બે ભાગમાં કટકા થઈને તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો નીચે પટકાયા હતા. જેમાં ૬૦ બૉડી કાઢ્યાનો કાન્તિ અમૃતિયા દ્વારા દાવો કરવામાં આવ્યો છે. કચ્છથી અને રાજકોટથી તરવૈયા અને રાજકોટથી ૭ ફાયર બ્રિગેડની અને ૧ SDRFની ટીમો રવાના થઇ છે. જ્યારે ગાંધીનગરથી બે NDRFની ટીમ રવાના કરાઇ છે. કંન્ટ્રોલરૂમ અને હેલ્પ લાઇન નંબર 02822 243300 જાહેર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે મૃતકોના પરિવાજનોને બે-બે લાખની સહાય અને ઇજાગ્રસ્તોને પચાસ-પચાસ હજારની સહાય જાહેર કરી છે. જ્યારે સારવાર માટે રાજકોટમાં ઇજાગ્રસ્તોની સારવાર માટે અલગ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે.
હાલ ૧૮ એમ્બ્યુલન્સ બચાવ કામગીરીમાં કામે લાગી છે. ઇમરજન્સી ૫૦ કરતાં વધુ લોકોને નદીની બહાર કાઢી હોસ્પિટલ
લઈ જવામાં આવી રહ્યા છે.
૫૦થી વધુ લોકોને બેભાન હાલતમાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે મૃતકોના પરિવાજનોને ચાર-ચાર લાખ અને ઇજાગ્રસ્તોને પચાસ-પચાસ હજાર સહાય જાહેર કરી છે.
મોતના આંકડામાં ૧૦થી વધુ બાળકોનો સમાવેશ મોતનો આંકડો વધુ શકી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મોરબી જવા રવાના તેમજ આ ઘટના ને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા.
આ ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય અધિકારીઓ સાથે ટેલીફોનીક વાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને પ્રધાનમંત્રીએ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવા અંગે તથા તંત્રને બચાવ કામગીરી અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું .
મોરબી ઝુલતા પુલ તુટી જવાની ઘટના પર ગૃહમંત્રી અમિતશાહ તેમજ રાહુલ ગાંધી અરવિંદ કેજરીવાલ સહીતના રાજકીય નેતાઓએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું.