મોરબીના ઝુલતા પુલ નીચે પાણીના કોઝવેમા પડી ડુબી જતા યુવાનનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ ટંકારામાં દ્વારકાધીશ જીનની બાજુમાં રહેતા ૩૫ વર્ષીય રઘુભાઈ ગોરધનભાઈ કુંઢીયાએ ગઈ કાલના રોજ ઝુલતા પુલ નીચે કોઝવેમા નાહવા પડેલ હોય ત્યારે ડુબી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.