જોડિયા ની શેઠ કે. ડી. વી. હાઈ સ્કૂલ ભવન જર્જરીત./ અલીગઢ઼ ના લાગ્યા તાળાં__!
જોડિયા:- વિકાસ અને વિનાશ કુદરત ની પ્રતિક્રિયા ના ભાગ છે. રાજાશાહી વખત માં જોડિયા માં શિક્ષણ ક્ષેત્રે નો વિકાસ શેઠ કે. ડી. વી. હાઈ સ્કૂલ એક સમય ગૌરવપૂર્ણ સ્થાન ધરાવતું હતું પરંતુ લોકશાહી માં સરકાર દ્વારા જર્જરીત બની ચુકેલ હાઈસ્કૂલ નું ભવન પ્રતિ રાજય નું શિક્ષણ વિભાગ ની બેદરકારી સામે આવતા હાઈસ્કૂલ ભવન નુ અસ્તિત્વ સામે પ્રશ્ન ઉભો થયો છે વર્ષ ર૦૦૧ ના વિનાશક ભુકંપ બાદ ગુજરાત સરકાર દ્વારા શેઠ કે. ડી. વી હાઈસ્કૂલ નું નવું બાધકામ સાથે ભવન નું નિર્માણ કરાયુ હતું. માત્ર ૨૧ વર્ષ દરમ્યાન જોડિયા નુ શેઠ કે. ડી. વી. હાઈસ્કૂલ નું ભવન અત્યંત જર્જરીત અને ખડંર બની ચુકેલ. હાઈસ્કૂલ. નુ શિક્ષણ કાર્ય જોડિયા ના એક પ્રાથમિક શાળા ના વર્ગ સંથાળતર કરાયું છે. છેલ્લા પાંચ વર્ષ થી. જોડિયા ના જર્જરીત બની ચુકેલ હાઈસ્કૂલ અંગે વખતોવખત ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગ માં રજુઆત પછી શિક્ષણ તંત્ર ને હાઈસ્કૂલ પ્રતિ હાલ ના તકે આંખ આડા કાન ની નિતી સાથે જોડિયા ના વિધાથીૅઓ નું ભવિષ્ય અધરતાળ દેખાઈ રહ્યું છે.રાજય સરકાર દ્વારા ખાનગી શૈક્ષણિક સંસ્થા ને પ્રોત્સાહન આપી ને સરકાર હસતક શૈક્ષણિક શાળા ને કાયમી ધોરણે તાળું મારીને તાલુકા ને વંચિત રાખવા મંશા ધરાવે છે આ અંગે જોડિયા ના લોકો નું મત સામે આવી રહ્યું છે. અહેવાલ- રમેશ ટાંક જોડિયા. ૨૫/૪/૨૪.


