જોડિયા ગામમાં વરસાદી ખાડાઓ ના પ્રશ્ર્ન ૨૦ વર્ષ અણ ઉકેલ_!
જોડિયા:- દર વષે ચોમાસા દરમ્યાન જોડિયા ગામ ના જાહેર રસ્તાઓ વરસાદી ખાડાઓ માં તબદીલ થતાં વાહનો અને રાહ ગિરો માટે હાલાકી ભોગવવા નો વારો આવે છે. ગ્રામ પંચાયત દ્વારા બિસ્માર રસ્તા અંગે કાગળ પર ઠરાવ કરતાં રહયા છે. પરંતુ અમલવારી માટે તંત્ર ગામલોકો ને માત્ર આશ્વાસન આપે છે. દર ચોમાસા દરમ્યાન ગામના બસસ્ટેન્ડ થી લઇને બજાર ના ચારચોક વચ્ચે વરસાદી ખાડાઓ ઉપસી આવે છે. ગઈકાલે રાત્રે સામાન્ય વરસાદે ખાડાઓ પાણી સંગ્રહ કરયું હોય તેવું નજરે જોવાઈ રહ્યું છે.હાલમાં ગ્રામ પંચાયત લોકશાહી થી મુક્ત છે સત્તા ત. ક. મંત્રી અને વહીવટદાર પાસે. જેના દ્વારા બિસ્માર રસ્તા બાબત આંખ આડા કાન કરતાં લોકો માટે વરસાદી ખાડાઓ મુસીબત સમાન બન્યા છે. અહેવાલ- રમેશ ટાંક જોડિયા. ૨૭/૯/૨૪.