Friday, May 2, 2025

જોડિયામાં પંચાયત તંત્ર દ્વારા વિકાસ ના કામો અધુરા /લોકો માટે હાલાકી

Advertisement
Advertisement
Advertisement

જોડિયામાં પંચાયત તંત્ર દ્વારા વિકાસ ના કામો અધુરા /લોકો માટે હાલાકી,

જોડિયા:- બે વર્ષ થી ગ્રામ પંચાયત લોકશાહી થી મુક્ત છે. વહીવટદાર અને તલાટી. કમ. મંત્રી ગામના ધણી તાલુકા પંચાયત ના અધિકારી/ શાસકો ના આજ્ઞાકારી સેવક, પુછી પુછી ને ગામ નો વિકાસ જે આરંભ થાય છે પછીના સમયમાં પુર્ણ રુપ થી આગળ વધવવા ને બદલે બ્રેક લાગી જાય છે લોકો ના સવાલ છે. અજેનસી દ્વારા અધુરા મુકેલા કામો કયારે પુર્ણ કરાશે .આ બાબત તંત્ર દ્વારા સમયમર્યાદા.બચી રહયા છે ગામના તણ એવા વિકાસ ના કામો જે ચોમાસા પહેલાં આરંભ કરાયેલા (૧) લક્ષ્મી પરા થી જોડિયા બસ સ્ટેન્ડ સુધી પેવર બ્લોક. જે ધોલ ના નાકાં સુધી (૨) વરસાદી પાણી ના નિકાલ હેતુ ગીતામંદિર ના આવેલ કોઝવે ની અંદર સિમેન્ટ ના પાઈપ નાખવા ની કામગીરી ઠપ પડેલ છે (૩) જોડિયા ના ઉંડ નદી કાંઠે આવેલ રાધાકૃષ્ણ મંદિર અને હાટકેશ્વર મહાદેવ મંદિર ના માર્ગ માં કોઝવે ની અધુરી જોવા મળી રહી છે તણે વિકાસ ના અધુરા મુકવામાં આવેલ કામગિરી બાબત વહીવટદાર અને તા. વિ.અધિકારી ઉપરાંત ધારાસભ્ય જે ગુજરાત સરકાર ના કેબીનેટ મંત્રી રાઘવજી પટેલ તથા જીલ્લા સાસંદ પુનમબેન માડમ સુધી રજુઆત પછી પણ જોડિયા નુ સરકારીતંત્ર ઠાગાઠૈયા કરી રહ્યું છે. જોડિયા ના વિકાસ હવે રામ ભરોસે. ગામની નમાલી પ્રજા ને કારણે તંત્ર અને શાસકો ને ફાવટ થઈ ગઈ છે. અહેવાલ – રમેશ ટાંક. જોડિયા. ૧૯/૯/૨૪.

Related Articles

Total Website visit

1,502,628

TRENDING NOW