જેપુર પ્રાથમિક શાળામાં પતંગ મહોત્સવ યોજાયો
મોરબી: આવતી કાલ રાજ્ય ભરમાં મકરસંક્રાંતિ છે ત્યારે આજે ૧૩/૦૧/૨૦૨૩ ના રોજ શ્રી જેપુર પ્રાથમિક શાળામાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોએ પતંગ ચગાવવા તેમજ હોર્ન વગાડી પતંગ મહોત્સવમાં આનંદ માણીયો હતો. શાળા કક્ષાએ આવા કાર્યક્રમો કરવામાં આવેતો બાળકોમાં એકતા વધે તેમજ બાળકો તહેવારોનું મહત્વ સમજે. આ કાર્યક્રમમાં શાળાનાં આચાર્ય સુભાષભાઈ ખાંભરા તેમજ શાળાનાં શિક્ષિકા બહેનો રેશુબેન માકાસણા તેમજ જસ્મિતાબેન વડાવીયાએ બાળકોને યોગ્ય માર્ગદર્શન આપી તેમનાં આનંદમાં વધારો કર્યો હતો.



