મોરબીના બગથળાથી જેપુર ગામ તરફ જવાના રસ્તે આવેલ એમ-સ્ક્વેર કારખાના નજીક ગઈકાલે એક શખ્સ પોલીસને જોઈ બિયરના ડબલા અને હોન્ડા મૂકી નાસી છૂટયો હતો. મોરબી તાલુકા પોલીસે હોન્ડા નંબર ઉપરથી આરોપીની શોધખોળ હાથ ધરેલ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન બગથળાથી જેપુર ગામ તરફ જવાના રસ્તે આવેલ એમ-સ્ક્વેર કારખાના નજીક હિરો હોન્ડા પેશન પ્લસ મોસા રજી નં- GJ-11-q-3744 (કિં.રૂ.૧૦,૦૦૦)નો ચાલક પોલીસને જોઈ હોન્ડા મૂકી નાસી છૂટયો હતો. આ હોન્ડાની તપાસ કરતા પ્લાસ્ટિકની થેલીમાં એલ્યુમીનીયમના બિયર ટીન નં- ૧૨ (કિ.રૂ. ૧૨૦૦) મળી કુલ રૂ. ૧૧,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરી મોરબી તાલુકા પોલીસે હોન્ડાના નંબર આધારે હોન્ડાચાલકની શોધખોળ હાથ ધરી છે.