(અહેવાલ: જયેશ બોખાણી)
“રાજી ખુશીથી જીંદગી જીવતા પરિવારનો માળો કોરોનાએ વિંખી નાખતા, ત્રણ બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી”
માનવતાની રૂપે ફુલ નહીં તો ફૂલની પાંખી આપી માસૂમ બાળકોની ખુશીનો સમય લાવવા મદદ કરવા અપિલ
જૂનાગઢ: સમગ્ર વિશ્વમાં કોરોના કહેરે હાહાકાર મચાવ્યો છે. ત્યારે બીજી લહેર પણ એટલી જ ઘાતક નીવડી છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના વાડલા ગામે સોંદરવા પરિવારના ત્રણ સભ્યોના નિધનથી ત્રણ માસૂમ બાળકો નોંધારા બન્યા છે.
જૂનાગઢના વાડલા ગામમાં સોંદરવા પરિવારના મોભી સુરેશભાઈ અને તેના પત્ની મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અને પોતાના ત્રણ બાળકો સાથે રાજી-ખુશીથી જીંદગી પસાર કરી રહ્યા હતા. પરંતુ અચાનક આવી પડેલા આ કોરોના કહેરે સોંદરવા પરિવારની ખુશીઓને છીનવી લીધી હતી. કાળમુખા કોરોનાએ એક પરીવારના માતા, પિતા અને દાદી ગુમાવતા પૂર્ણા, શાયર, અને ગૌતમ પર આભ તુટી પડ્યું છે. અને રાજી-ખુશથી જીંદગી જીવતા પરિવારનો માળો વિખી નાખ્યો છે. ત્યારે માવતરની છત્રછાયા ગુમાવનાર આ બાળકો હવે જિંદગી કેમ જીવશે એ વિચારો અત્યારની માનવતાને રડાવી દે તેવા છે.
રાત દિવસ કાળી મજૂરી કરી પોતાના બાળકોને ઉછેરી મોટા કરનાર ઘરના મોભીના મૃત્યુથી આ પરિવારની મુલાકાત લેતા કાળજું કંપી ઉઠે છે. આ માસૂમ બાળકોના બાળપણમા હજુ તો રમવાના દિવસોમાં બાળકોને કોરોનાએ રઝળતા અને રડતા કરી દીધા છે. ત્યારે હજુ તો દીકરીએ જોયાલા સપના અને દીકરાઓએ બાપને રાજી રાખવાના દિવસોમાં કોરોનાની કારમી થપાટ લાગી છે. ત્યારે આ બાળકો સરકાર પાસે મદદની આજીજી કરી રહ્યા છે. ત્યારે આ બાળકો પોતાના રહેવા માટેની સહાય કે ભણતર માટેની બનતી સહાય સરકાર કરે તો આવનાર દિવસોમાં જિંદગી જીવી શકાય. બીજી તરફ માનવતાની રૂએ Voice Of Morbi લોકોને અપીલ કરે છે કે, તમારાથી બનતી મહેનત કરી આ માસૂમ બાળકોની જિંદગીની ખુશીનો સમય લાવવા તમે પણ આગળ આવી આર્થિક બની શકે તેટલી મદદ કરીએ
Name: પૂર્ણા બેન સુરેશભાઈ સોંદરવા
AC:- 35132249323
IFC CODE :- SBIN0060162
SBI Bank ગામ :- તા. વંથલી..જી.જૂનાગઢ
