Thursday, May 8, 2025

જુની જોગડ ગામે ડબલ મર્ડર મામલે સામસામે ફરીયાદ નોંધાઈ

Advertisement
Advertisement
Advertisement

હળવદ તાલુકામાં જૂની જોગડ ગામે ગઈકાલે ભેંસ ચારવા બાબતે બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. આ ડબલ મર્ડરના બનાવમાં બંને પક્ષો એકબીજા વિરુદ્ધ સામેસામે હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જૂની જોગડ ગામે ભેંસ ચરાવવા મામલે થયેલા ઝઘડામાં રાઘુભાઈ બચુભાઈ મુલડીયા (ઉ.વ.૪૫) ની હત્યા થતા તેમના નાનાભાઈ, ભીમજીભાઇ બચુભાઇ મુલાડીયાએ નવઘણભાઇ સીધાભાઇ કોળી (રહે.જુની જોગડ) વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે આરોપી નવઘણે લાકડાના ધોકા વડે માથામા તથા ડાબા કાન ઉપર તથા શરીરના અન્ય ભાગે આડેધડ માર મારી જીવલેણ ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નીપજાવ્યુ હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી. એક્ટ -૩૦૨, તથા જી.પી.એકટ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


સામાપક્ષે નવઘણભાઈ(ઉ.વ.૩૫) નું મૃત્યુ નીપજ્યું હોય તેમના નાનાભાઈ, પ્રહલાદભાઇ સીંધાભાઇ જીજવાડીયાએ આરોપી સુનીલ રણજીત, વિશાલ રણજીત, હરેશ ભીમજી તથા જયદીપ દીનેશ( રહે બધા રામેશ્વર જોગડ)એ રાઘુભાઈની હત્યાનો ખાર રાખી નવઘણને લાકડીના આડેધડ ઘા મારી હત્યા નિપજાવી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ-૩૦૨,૧૧૪ તથા જી.પી.એકટ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી આગળ વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,813

TRENDING NOW