Saturday, March 14, 2026

જુના બસ સ્ટેશન નજીકથી વરલી ના આંકડા સાથે એક ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

જુના બસ સ્ટેશન નજીકથી વરલી ના આંકડા સાથે એક ઝડપાયો.

મોરબીના જુના બસ સ્ટેશન નજીકથી વરલી મટકાના આંકડા લઇ જુગાર રમતો રમાડતો એક શખ્સ ઝડપાયો ત્યારે પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી જુના બસસ્ટેન્ડના ઝાપા પાસેથી સીટી એ ડિવિઝન પોલીસે જાહેરમાં વરલી મટકાના આંકડા લઈ જુગાર રમાડતા આરોપી ઓસમાણભાઈ મામદભાઈ વાઘેરને ઝડપી લઈ રોકડા રૂપિયા 1700 અને એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 1000 મળી 2700નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસના હાથે પકડાયેલ આરોપી વરલી મટકાની કપાત આરોપી જાવેદ નેકમામદભાઈ ભટ્ટી પાસે કરાવતો હોવાની કબૂલાત આપતા પોલીસે જાવેદને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,596,933

TRENDING NOW