શ્રી જુના દેવળીયા કુમાર પ્રા. શાળા મા સરકાર શ્રી ના કાર્યક્રમ ફીટ ઇન્ડિયા સ્કૂલ થીમ અંતર્ગત શાળા મા રમતોત્સવનું ભવ્ય આયોજન
અભ્યાસની સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ માટે હંમેશા જાણીતી શ્રી જુના દેવળીયા કુમાર પ્રા.શાળાના તમામ બાળકોએ આ રમતોત્સવમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં દરેક ધોરણ માટે બે રમતનું આયોજન કરવામાં આવેલ હતું. શાળા પરિવાર તરફથી બાળકોને સમોસાનું ભરપેટ ભોજન કરાવવામાં આવેલ હતું આ ઉપરાંત શાળા પરિવાર તરફથી વિજેતા તમામ બાળકોને હાથ રૂમાલ ઇનામ તરીકે આપવામાં આવેલ હતા.
સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન માટે શાળાના સમગ્ર સ્ટાફને શાળાના આચાર્યશ્રી સાગરભાઇ મહેતાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.



