મોરબી જિલ્લાના જીવાપર (ચ) ગામે રહેણાંક મકાનમાં ધમધમતા જુગારધામ ઉપર એલસીબીએ દરોડો પાડી જુગાર રમતા છ જુગારીઓને રોકડા રૂ.૩,૩૦,૦૦૦/- ના મુદામાલ સાથે દબોચી લીધા હતા.
મોરબી જિલ્લાના જીવાપર ગામે દામજીભાઇ નારણભાઇ પટેલ પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગરનો અખાડો ચલાવતો હોવાની મોરબી એલસીબીના હેડ કોન્સટેબલ શકિતસિંહ ઝાલા, સહદેવસિંહ જાડેજાને કાને વાત પડી હતી જેને પગલે બાતમી સ્થળે દરોડો પડતા 6 શખ્સો જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા.
એલસીબીના દરોડા દરમિયાન
દામજીભાઇ નારણભાઇ પટેલ (ઉવ.૭૫ રહે.જીવાપર (ચ.) તા.જી.મોરબી),રમેશભાઇ વશરામભાઇ પટેલ (ઉવ.૫૯ રહે.રવાપર રોડ કેનાલ ચોકડી રોયલ સોસાયટી સેટેલાઇટ એપાર્ટમેન્ટ બ્લોક નં.૨૦૨. મોરબી), ભરતભાઇ લવજીભાઇ પટેલ (ઉવ.૫૬ રહે. ઋષભનગર સોસાયટી શેરી નં.૦૧. મોરબી-૦૨),જયંતિલાલ દયારામભાઇ પટેલ (ઉવ ૫૫ રહે. હાઉસીંગબોર્ડ પાછળ સુર્યકિર્તીનગર સોસાયટી મોરબી-ર),ભરતભાઇ લાલજીભાઇ પટેલ (ઉવ.૪૬ રહે.જેતપર (મચ્છુ) મંદિર વાળી શેરી તાજી.મોરબી), રાયમલભાઇ રમેશભાઇ કોળી (ઉવ.૩૨ રહે.જીવાપર (ચ.) તા.જી.મોરબી) સહિતના શખ્સો રંગેહાથ ઝડપાયા હતા. પોલીસે રોકડ રૂપીયા રૂ.૩,૩૦,૦૦૦/- ના મુદામાલ સાથે છ આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૪,૫ હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ છે.