Monday, May 5, 2025

જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને ૪૬ કર્મચારીઓને ફુલ પગાર અને ૧૭ કર્મચારીઓને બઢતીના ઓર્ડર અપાયા

Advertisement
Advertisement
Advertisement

જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને ૪૬ કર્મચારીઓને ફુલ પગાર અને ૧૭ કર્મચારીઓને બઢતીના ઓર્ડર અપાયા

જિલ્લા પંચાયત હસ્તકના ૪૪ ગ્રામ સેવક તેમજ ૨ વિસ્તરણ અધિકારીને ફુલ પગાર તથા ૧૬ જુનિયર કલાર્ક અને ૧ સિનિયર કલાર્કને બઢતીના ઓર્ડર અપાયા

જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત હસ્તકના ૪૬ કર્મચારીઓને ફુલ પગારના ઓર્ડર તેમજ ૧૭ કર્મચારીઓને બઢતીના ઓર્ડર આપવામાં આવ્યા હતા.

જિલ્લા પંચાયત હસ્તકના ૪૪ ગ્રામ સેવક તેમજ ૨ વિસ્તરણ અધિકારીને ફૂલ પગારના ઓર્ડર તેમજ ૧૬ જુનિયર ક્લાર્ક ને સિનિયર ક્લાર્કના તેમજ ૧ સિનિયર કલાર્કને નાયબ ચીટનીશના બઢતી ઓર્ડર મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા.

આ તકે ચંદુભાઈ શિહોરાએ કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવાતા જણાવ્યું હતું કે, કોઇ પણ અપેક્ષા વગર આપણુ કામ કરવું જોઈએ. કાર્યક્ષમ રીતે સુપેરે કામગીરી કરી અરજદારોના પ્રશ્નોનોનું ઝડપી તેમજ કાયમી ધોરણે નિકાલ કરવા અપીલ કરી હતી.

આ તકે જિલ્લા પંચાયતના ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતના ચેરમેન ચન્દ્રિકાબેન કડિવાર અને કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયાએ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું.

આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા ખેતવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણે કર્યું હતું તથા આભારવિધિ નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલે કરી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ અને ઇશિતા મેર, સામાજિક ન્યાય સમિતિના ચેરમન હંસાબેન પારેઘી, આરોગ્ય સમિતિના ચેરમનશ્રી હીરાભાઈ ટમારીયા, શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઈ સોનગ્રા, મહિલા અને બાળવિકાસ સમિતિના ચેરમેનશ્રી સરોજબેન ડાંગરોચા, અગ્રણી સર્વ વાઘજીભાઇ ડાંગરોચા, અશોકભાઈ ચાવડા, યુસુફભાઈ શેરશીયા, ધમેન્દ્રભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયતના વિવિધ પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,502,746

TRENDING NOW