વાંકાનેર તાલુકાના જાલીડા ગામેં આવેલા પિક અપ બસ સ્ટેન્ડમાં પરિણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ જાલીડા ગામના હાઇવે ઉપર આવેલ પીકઅપ બસ સ્ટેન્ડમાં ભાવુબેન રાકેશભાઇ દિનેશભાઇ કોળી (ઉવ-૨૮રહે. હાલ કાનપુર તા.સાયલા જી.સુરેન્દ્રનગર)એ અગમ્ય કારણથી ઝેરી દવા પી જતા ભાવુબેનનું મોત નીપજ્યું છે. આ અંગેની દિનેશભાઇ કાળુભાઇ કોળી (ઉવ-૨૭ રહે.ચીરોડા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર) વાળાએ વાંકાનેર પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ફોન મારફતે જાણ કરી હતી. વધુમાં ભાવુબેન રાકેશભાઇને મહેભાઇ હિરાભાઇ કોળી (રહે. કાનપુર તા.સાયલા જી.સુરેન્દ્રનગર) વાળા સામે પ્રેમસંબંધ હોય જેની જાણ કરતા પોલીસ દ્વારા મોત દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.





