Monday, May 5, 2025

જામનગર પંચકોષી-એ ડીવીઝનના PSI પચાસ હાજરની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

જામનગર પંચકોષી-એ ડીવીઝનના PSI પચાસ હાજરની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા

દારૂનો કેસ નહીં કરવા પીએસઆઇ રાઠોડે રૂા.1 લાખની લાંચ માંગી હતી.
રૂા.50 હજાર લેતા રંગે હાથ ઝડપાયા પીએસઆઇ જે.કે.રાઠોડ
જામનગર પંચકોશી એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પીએસઆઇ જે.કે.રાઠોડે ગત તા.1ના હાઇવે પર એક કાર અટકાવી હતી, કારમાં બે શખ્સ બેઠા હતા, બંને શખ્સ નશો કરેલી હાલતમાં હોવાની શંકા ઉઠતાં પીએસઆઇ રાઠોડે ધોરણસરની કાર્યવાહી કરવાને બદલે પ્રોહિબિશનનો ગુનો નોંધાશે, ફિટ કરી દઇશ તેવી વાતોથી બંનેને ધમકાવ્યા હતા અને કેસ ન કરવો હોય તો રૂા.50-50 હજાર આપવા પડશે તેમ કહી કુલ રૂ.1 લાખની લાંચ માગી હતી, બંને શખ્સે લાંચની રકમ બાબતે રકઝક કરતાં અંતે મામલો રૂ.50 હજારમાં સેટ કર્યો હતો, બંને શખ્સ પાસે તે સમયે નાણાં નહીં હોવાથી થોડા દિવસોમાં પૈસા આપી જશે તેમ કહેતા પીએસઆઇ રાઠોડે બંનેના મોબાઇલ નંબર મેળવી લીધા હતા.

પાંચ દિવસ દરમિયાન પીએસઆઇ રાઠોડે સતત ફોન કરીને લાંચની રકમ માગવાનું ચાલુ રાખ્યું હતું, લાંચ આપવી નહીં હોવાથી બંને શખ્સે એસીબીનો સંપર્ક કર્યો હતો, અને છટકું ગોઠવવામાં આવ્યું હતું.બીજીબાજુ લાંચની રકમ સોમવારે ઠેબા ચોકડીએ આપી જવાનું નક્કી થતાં બંને શખ્સ ઠેબા ચોકડીએ પહોંચ્યા હતા, લાંચની રકમ લેવા પીએસઆઇ રાઠોડ પણ ત્યાં પહોંચ્યો હતો અને લાંચના રૂ.50 હજાર સ્વીકારતા જ એસીબીની ટીમે તેને રંગેહાથ પકડી લીધો હતો. પીએસઆઇ રાઠોડ અગાઉ આરઆર સેલમાં ફરજ બજાવતો હતો, રાજકોટમાં આવેલા રાઠોડના મકાને પણ એસીબીની ટીમે તપાસ શરૂ કરી હતી.

ટ્રેપિંગ અધિકારી :
એ. ડી. પરમાર,
પોલીસ ઇન્સ્પેકટર,જામનગર તથા
જામનગર અને દેવભૂમિ દ્વારકા એસીબી પો.સ્ટે.નો સ્ટાફ

સુપરવિઝન અધિકારી :
એ.પી.જાડેજા ,
મદદનીશ નિયામક,
એસીબી રાજકોટ એકમ, રાજકોટ

Related Articles

Total Website visit

1,502,745

TRENDING NOW