જામનગરમાં ઠંડીનો ચમકારો, લઘુતમ તાપમાન ૧૨.૮ ડિગ્રી.
જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧.ર ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૧ર.૮ ડીગ્રી નોંધાયું હતું.
જામનગર સ્થિત બાજરા સંશોધન કેન્દ્ર તરફથી આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાકના તાપમાનના આંકડા પ્રાપ્ત થયા હતાં. જેમાં ૧.ર ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૧ર.૮ ડીગ્રી અને અડધો ડીગ્રી ઘટીને મહત્તમ તાપમાન ર૭.પ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં ઘટાડો થતા ખાસ કરીને રાતથી લઈને વહેલી સવાર સુધી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.





