જામનગરના જ્યોતિબા ફુલે ચોક ખાતે તેમની પૂર્ણ કદની મૂર્તિ સ્થાપવાની માંગ.
ગત તારીખ ૧૧ ના રોજ સામાજિક ક્રાંતિના ભીષ્મપિતા જેને ભારત વર્ષમાં સામાજિક અને શૈક્ષણિક કાર્ય માટે પોતાની જિંદગી સમર્પિત કરીને સામાજિક ક્રાંતિ લાવેલ તેવા મહાત્મા જ્યોતિબા ફૂલનો જન્મદિવસ હોઈ ત્યારે જામનગર ખાતે આવેલ ત્રણબત્તી જુના રેલવે સ્ટેશન પાસે આવેલ ચોક જેનું નામ મહાત્મા જ્યોતિબા ફૂલે ના નામે કરેલ હોઈ ત્યાં ઓબીસી એક્તા પરિષદ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉપરાંત મહાન ક્રાંતિકારી એવા જ્યોતિબા ફુલે ચોકમાં તેમની પૂર્ણ કદની મૂર્તિ સ્થાપવામાં આવે અને તેમને શ્રદ્ધાંજલી અર્પિત કરવામાં આવે તેવી માંગણી જામનગર કમિશનર સાહેબ, મેયર સાહેબ અને ચેરમેન સ્ટેન્ડિંગ કમિટીને રજૂઆત કરવામાં આવી હતી.









