જામખંભાળિયામાં ભાણવડ પાટીયા નજીક દબાણોને કારણે અકસ્માતોનું જોખમ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયા ના ભાણવડ પાટીયા નજીક આવેલી ગોલાઈ વિસ્તારમાં રોડની બાજુમાં દુકાનદારો દ્વારા ખેત ઓજારો અને જાહેરાત બોર્ડ મૂકી દબાણ કરવામાં આવ્યું છે. આ દબાણોને કારણે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને સામેથી આવતા વાહનો જોવામાં મુશ્કેલી પડે છે, જેના લીધે આ વિસ્તારમાં વારંવાર ગંભીર અકસ્માતો થઈ રહ્યા છે. અને ઘણા લોકો ના મૃત્યુ પણ થયા છે, આ સમસ્યા સ્થાનિક રહીશો અને વાહન ચાલકો માટે ગંભીર બની રહી છે, છતાં સ્થાનિક તંત્ર દ્વારા આ દબાણો દૂર કરવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. આવી પરિસ્થિતિમાં સવાલ ઊભો થાય છે કે આવા દબાણો દૂર કરવામાં કોની શરમ નડે છે? સ્થાનિક વહીવટી તંત્રને આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરી, દબાણો હટાવી અને રસ્તાને સુરક્ષિત બનાવવા માટે પગલાં લેવા જરૂરી છે, જેથી અકસ્માતો અટકાવી શકાય અને જનતાની સલામતી સુનિશ્ચિત થાય, અને વારંવાર થતા અકસ્માતો ના બનાવો ઓછા બને…

