Monday, March 9, 2026

જાજાસર પ્રાથમિક શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી

Advertisement
Advertisement
Advertisement

શ્રી જાજાસર પ્રાથમિક શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી

માળીયા મી. તાલુકાની શ્રી જાજાસર પ્રાથમિક શાળામાં આજરોજ પાંચમી સપ્ટેમ્બર (શિક્ષક દિન )નિમિત્તે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત શાળાનું શૈક્ષણિક અને વહીવટી કાર્ય પણ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું. શાળાના આચાર્ય તરીકે સીસણાદા આર્યન રાજેશભાઈ તેમજ શિક્ષક તરીકે જાનુ બેન ખેંગારભાઈ, ગોગરા પ્રિન્સ જેઠાભાઈ પાટડીયા વિક્રમ અરજણભાઈ , પલકબેન રાજેશભાઈ, બાળા ખુશીબેન, બારૈયા કાનજી, પરમાર ગોપાલ, ખિટ સહદેવ, પરમાર સુમિત,ગોગરા ઉપેન્દ્ર, બાળા દ્રષ્ટિબેનએ ફરજ બજાવી હતી. ખૂબ સરસ આયોજન કરી આજ ના કાર્યક્રમ ને સફળ બનાવવા બદલ શાળા ના આચાર્ય ભાવેશભાઈ બોરીચા તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માળિયા તાલુકા ના અધ્યક્ષ હરદેવભાઈ કાનગડ ,ચેતન ભાઈ , કૅશુર ભાઈ ,જેમિની બેન દ્વારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા

Related Articles

Total Website visit

1,595,209

TRENDING NOW