Thursday, March 12, 2026

જાંબુડીયા ગામ નજીક થી યુવકના હાથમાંથી મોબાઈલ છીનવી ચાર શખ્શો પલાયન

Advertisement
Advertisement
Advertisement

જાંબુડીયા ગામ નજીક થી યુવકના હાથમાંથી મોબાઈલ છીનવી ચાર શખ્શો નાશી છુટતા.

મોરબી ના જાંબુડીયા ગામ નજીક લેબર ક્વાર્ટર નજીક થી યુવકના હાથ માંથી મોબાઈલ ખેચી ચાર શખ્શો નાસી છૂટતા આ અંગે ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મુળ ઉતરપ્રદેશનો રહેવાસી અને હાલ મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમ વોયાતી કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અબ્દલહક સમસુલહક અંસારી (ઉ.વ.૧૮) એ આરોપી અજાણ્યા ચાર શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૭-૦૧-૨૦૨૩ ના રોજ રાત્રીના સાડા નવ દશેક વાગ્યાના સુમારે મોરબીના જાંબુડીયા ગામની સીમ વોયાતી કારખાનાના લેબર કોલોની પાસે રોડ પરથી આરોપીઓએ ફરીયાદી પાસે રહેલ Realme C21y મોડલનો મોબાઇલ ફોન જેની કિંમત રૂ.૫૦૦૦ વાળો મોબાઇલ ફોન આંચકી લઈ નાશી ગયા હોય જેથી આ બનાવ અંગે ભોગ બનનાર યુવાને અજાણ્યા ચાર શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરતા કાનજીભાઇ ઉર્ફે કાનો રાજેશભાઈ ચાવડા (ઉ.વ.૨૧) રહે મોરબી વાળાની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ તમાંમ આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ-૩૭૯(ક)(૧) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,536

TRENDING NOW