મોરબી તાલુકાના જાંબુડીયા ગામે તીનપત્તીનો જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને મોરબી તાલુકા પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જાંબુડીયા ગામે તીનપત્તીનો જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓ અશોકભાઇ પરસોતમભાઇ ઇન્દરીયા (રહે. જાંબુડીયા ગામ દશામાંના મંદિરની પાસે તા.જી.મોરબી), રમેશભાઇ રાણાભાઇ ગેલડીયા (રહે. જાંબુડીયા ગામ શક્તિ પરા ખાડી વિસ્તાર તા.જી.મોરબી), સંજયભાઇ ધરમશીભાઇ છેટાલીયા ( રહે. જાંબુડીયા ગામ પાણીના ટાંકા પાસે તા.જી.મોરબી),નવઘણભાઇ હરખાભાઇ ઇટોદરા (રહે. દશામાંના મંદિરની બાજુમાં જાબુડીયા ગામ તા.જી.મોરબી) નેં રોકડ રકમ રૂ.૩૨૫૦ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.