મોરબી તાલુકાના જાંબુડા ગામે તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમને મળેલ બાતમી આધારે મોરબીના જાંબુડીયા ગામે ધર્મસિદ્ધિ સોસાયટીમાં તીનપત્તીનો જુગાર રમતા સંજયભાઇ લાભશંકરભાઇ જોષી, કિરીટભાઇ મનસુખભાઇ સોલગામા, ઉદયભાઇ પ્રતાપસંગ રાજપુત, કરીમભાઇ અનવરભાઇ રાજાણી, પપ્પુભાઇ કરીમભાઇ મેઘાણીને રોકડ રૂ.૧૨,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પાંચેય પત્તાપ્રેમી વિરૂધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.