Sunday, March 8, 2026

જળ સંચય અને પ્રાકૃતિક ખેતીના સેમિનારમાં અજંતા- ઓરેવા ગ્રુપના સુપ્રીમ જયસુખભાઇની ઉપસ્થિતિ

Advertisement
Advertisement
Advertisement

જળ સંચય અને પ્રાકૃતિક ખેતી ના સેમિનાર માં રાજ્યપાલશ્રી સાથે અજંતા – ઓરેવા ગ્રુપના સુપ્રીમો શ્રી જયસુખભાઇ ની વિશેષ ઉપસ્થિતિ

જળ એજ જીવન છે ….. ભુજ ખાતે જળ સંચય અને પ્રાકૃતિક ખેતી એ મહત્વના અને લોકોને ડાયરેક્ટ સ્પર્શ કરતા મુદ્દાઓ પર ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવૃતજી અને ડો. નીમાબેન આચાર્ય (સ્પીકર શ્રી ગુજરાત રાજ્ય) સાથે અજંતા – ઓરેવા ગ્રુપ ના સુપ્રીમ જયસુખભાઇ પણ હાજર રહ્યા હતા…

લોક હિત, લોક કલ્યાણ અને લોકોની સુખાકારી માટે પાટીદાર રત્ન શ્રી જયસુખભાઇ ઘણા વર્ષોથી “રણ સરોવર” પર ગાઢ રીસર્ચ અને અથાગ મહેનત કરી રહ્યા છે.

સેમિનાર દરમ્યાન રાજ્યપાલ ને “રણ સરોવર” પુસ્તક ની 3rd એડિશન અર્પણ કરવામાં આવી .. કહેવાય છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે જ થશે જો યોજના બધ પાણીનો સંગ્રહ નહીં કરીએ તો આવનારી પેઢીઓ એ પાણી માટે તરફડિયા મારવા પડશે એટલે કે અતિ વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડશે તેમાં કોઈ બેમત નથી.

ગ્લોબલ કચ્છના દરેક સભ્યો અને દરેક મહાનુભવોએ “રણ સરોવર” રૂપી આ વિરાટ દીર્ઘદ્રષ્ટિ બદલ શ્રી જયસુખભાઇને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા..

રાજ્યપાલ શ્રી એ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા હાકલ કરી તેમજ પાણીના સંગ્રહ અને પાણીની બચત પર પણ ભાર મુક્યો હતો.

Related Articles

Total Website visit

1,595,089

TRENDING NOW