Sunday, June 21, 2026

જળ એ જ જીવન’ સૂત્રને સાર્થક કરવા પ્રયત્નશીલ નિરમા યુનિવર્સિટી ના વિદ્યાર્થિઓ…

Advertisement
Advertisement
Advertisement

‘જળ એ જ જીવન’ સૂત્રને સાર્થક કરવા પ્રયત્નશીલ નિરમા યુનિવર્સિટી ના વિદ્યાર્થિઓ…

નિરમા યુનિવર્સિટીના સ્કૂલ ઓફ ટેકનોલોજીના NSS ના વિદ્યાર્થિઓ દ્વારા ગાંધીનગર જીલ્લાના રાજપુર ગામ નજીક સાબરમતી કાંઠે ટેન્ટ સિટીમાં 7 દિવસની નિવાસી શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વિદ્યાર્થિઓ એ “જળ સંરક્ષણ” વિષય પર કામ કર્યુ. વિદ્યાર્થીઓએ ચેખલારાણી ગામના ઘરે-ઘરે જઈને લોકો ને પાણી બચાવવા અને ગંદકી ન થાય અને રોગો થી બચી શકીએ તે બાબતે જાગૃત કર્યા હતા ઉપરાંત જે ઘરોમાં પાણી નો બગાડ થાય છે ત્યાં વિદ્યાર્થિઓ એ નળ બદલાવી આપ્યા,ચોકડી બનાવી આપી, સોર્સખડાઓ બનાવ્યા અને ભારત સરકાર ની જળ એ જ જીવન મિશન ને સાર્થક કરવા પ્રયત્ન કર્યો. આ ઉપરાંત વિદ્યાર્થીઓ એ મોતીપુરા ગામમાં ‘હેલ્થ અવેરનેસ કેમ્પ’ નું પણ આયોજન કર્યુ હતું અને સફાઈ ઝુંબેશ ચલાવી હતી. વિદ્યાર્થિઓનું અદ્વિતીય કામ જોઈને ગામના સરપંચ અને ગામના લોકોએ વિદ્યાર્થિઓનો આભાર માની તેમેને પ્રોત્સાહિત કર્યા હતા.

Related Articles

Total Website visit

1,608,902

TRENDING NOW