Friday, May 9, 2025

જન્માષ્ટમીએ ભગવાન શ્રીકૃષ્ણની વેશભૂષામાં બાળકોને રમકડાં અને મીઠાઈની ભેટ અપાતું યંગ ઇન્ડિયા ગ્રુપ

Advertisement
Advertisement
Advertisement

જન્માષ્ટમીએ ભગવાન શ્રીકૃષ્ણની વેશભૂષામાં બાળકોને રમકડાં અને મીઠાઈની ભેટ અપાતું યંગ ઇન્ડિયા ગ્રુપ

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવની પ્રેરણાદાયી ઉજવણી

મોરબી : મોરબીમાં જન્માષ્ટમીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. પણ તહેવારોની અનોખી ઉજવણી કરવા માટે જાણીતા મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જન્માષ્ટમીએ ભગવાન શ્રીકૃષ્ણની વેશભૂષામાં સજ્જ થઈ જરૂરિયાતમંદ બાળકોને રમકડાં અને મીઠાઈની ભેટ આપીને યંગ ઇન્ડિયા ગ્રુપે જન્માષ્ટમીની સાર્થક ઉજવણી કરી હતી.

મોરબીમાં સમાજમાં બદલાવ લાવવાની સદભાવનાશીલ વૈચારિક ક્રાંતિ માટે સક્રિય પ્રયાસો કરતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી.યંગ ઇન્ડિયા ગ્રુપે દરેક તહેવારોની જેમ જન્માષ્ટમીના પાવન અવસરની બીજાને ખુશી આપીને એ ખુશીનો આનંદ મેળવીને તહેવારો સાચા મર્મને દિપાવ્યો હતો.યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જન્માષ્ટમીના પાવન અવસરે આપવાના આનંદ હેઠળ કૃષ્ણ ભગવાનના ગેટઅપ ધારણ કરીને જરૂરિયાતમંદ 500થી વધુ બાળકોને રમકડાં અને મીઠાઈની ભેટ આપવામાં આવી હતી.યંગ ઇન્ડિયા ગ્રુપે જરૂરિયાત મંદ બાળકોને તહેવારોની ખુશી આપીને પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં તહેવારોની ઉજવણીનો મહિમા અનન્ય દર્શાવ્યો છે. ખાસ કરીને તહેવારોમાં આપણે દરેક પરિવાર કે સગા સબધીઓ સાથે હળીમળીને તહેવારો ઉજવીને ખુશી મેળવી છીએ. પણ તહેવારોની ઉજવણીની સાચી ખુશી એ છ કે ,તહેવારોની ખુશી બીજાને એટલે કે વંચિત છે તેને ખુશી આપીને આપણે ખુશ થાય એ જ તહેવારો ઉજવણીનું મૂળભૂત સોહાર્દ છે.આ ભાવના સાથે જ અમે દરેક તહેવારોની પ્રેરણાદાયી ઉજવણી કરીએ છીએ .દરેક લોકો આ રીતે તહેવારોની ઉજવણી કરવા પ્રેરાય તેવો અમારો શુભ આશય છે. તેમ યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક ડો.દેવેનભાઈ રબારીએ જણાવ્યું છે.

Related Articles

Total Website visit

1,502,829

TRENDING NOW